ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે વરસાદની તાકીદની આગાહી કરવામાં આવી છે. વેધર બુલેટીન અનુસાર, આજે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે.
કયા જિલ્લાઓમાં આગાહી?
હવામાન વિભાગે ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પવનની ગતિ અને સાવચેતી
વરસાદની સાથે સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. આ તેજ પવનને કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચો--- Aravalli : મેઘરજ તાલુકામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPમાં મોટું ભંગાણ, 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
