ગુજરાત રાજ્યમાં હવામાનના બદલાતા મિજાજને કારણે બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થતાં ગરમી અનુભવાય છે.


નલિયા ખાતે રાજ્યનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

કચ્છના નલિયા ખાતે રાજ્યનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. અન્ય વિસ્તારોમાં પણ સવાર અને સાંજના સમયે હળવી ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાતી રહી.

અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી

મહાનગરોમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 15 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો અહેસાસ રહ્યો.

વડોદરામાં 16.4 ડિગ્રી અને સુરતમાં 18.1 ડિગ્રી તાપમાન

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં 16.4 ડિગ્રી અને સુરતમાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટમાં 17.2, ભાવનગરમાં 17.9 અને અમરેલીમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

સુરેન્દ્રનગર અને કંડલામાં 16 ડિગ્રી,

આ ઉપરાંત સુરેન્દ્રનગર અને કંડલામાં 16 ડિગ્રી, મુન્દ્રામાં 16.4 ડિગ્રી તથા મહુવામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યભરમાં હવામાનની મિશ્ર સ્થિતિ યથાવત રહી છે.

બપોરના સમયે ગરમીનો અનુભવ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ઉત્તર-પૂર્વ પવનોના કારણે સવારમાં ઠંડી રહેશે, જ્યારે આગામી દિવસોમાં બપોરના સમયે ગરમીનો અનુભવ ચાલુ રહેવાની શક્યતા છે..


આ પણ વાંચો------     Gujarat Latest News Live : રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા સવારે ઠંડી


  • Follow us on: