ગુજરાતમાં ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ ઉત્તરાયણ પતંગ રસિયાઓ માટે સાનુકુળ હોવાની શક્યતા છે. પવનની ગતિને લઈને અંબાલાલ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સવારે પવનની ગતિ સાતથી 9 કિ.મી રહી શકે છે. બપોર પછી પવનની ગતિમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે.
ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિમાં વધઘટ રહેશે
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન ઓછો થઈ જશે. પવનની ગતિ 6 કિ.મી પ્રતિકલાકની રહી શકે છે. જ્યારે બપોર બાદ પવનની ગતિમાં વધારો થઈ શકે છે. સાંજના સમયે પવનની ગતિ સાત કિ.મી પ્રતિ કલાક સુધીની રહી શકે છે. જેના કારણે પતંગ રસિયાઓને પતંગ ચકાવવા માટે સાનુકુળ હવામાન મળી શકે છે. ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિમાં વધઘટ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 26 કિ.મી આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ પવન સારો રહેશે.
