ગુજરાતમાં શિયાળાની વિદાય બાદ અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતો તડકો લાગતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. હજી શરૂઆતમાં જ આટલી ગરમી છે તો આગામી દિવસોમાં કેટલી ગરમીનો અનુભવ થશે એ આગામી દિવસોમાં અહેસાસ થશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અત્યારથી જ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષે ચોમાસુ સારુ રહે તેવી આગાહી કરાઈ છે.


ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થશે. માર્ચ મહિનામાં ગરમી વધતાં સારો વરસાદ આવશે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. માર્ચમાં કચ્છ અને દ્વારકામાં અસહ્ય ઉકળાટનો અનુભવ થશે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. મધ્ય ગુજરાતમાં પણ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. જ્યારે માર્ચ મહિનામાં જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે.બીજી તરફ હાલમાં પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે.


આ પણ વાંચોઃ Iran Israel Conflict: દુબઈમાં વિમાની સેવા બંધ હોવાથી અનેક ગુજરાતીઓ ફસાયા, પરત આવવા સરકારને કરી રજૂઆત


  • Follow us on: