હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમજ આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.













