ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ ગરમીથી રાહત મળશે અને રાજકોટમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ભુજ, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ડીસા, ગાંધીનગર, સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો કેશોદ, નલિયામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગરમથી રાહત મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ છે. 18મી માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠામાં માવઠાની શક્યતાઓ છે. જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર,અમરેલી, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી સુધી રહી શકે છે.
