ગુજરાતમાં આજથી ગરમીમાં ઘટાડો થશે. એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 36, ડીસામાં 35, વડોદરામાં 36,અમરેલી 35.2, સુરેન્દ્રનગરમાં 35.6,કંડલામાં 33.2 અને ભાવનગરમાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી
બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં આગાહી કરવામાં આવી છે.
