ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો અને સામાન્ય જનતા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાને લઈને હવામાન વિભાગે સૌથી મોટા અને આનંદના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે, જેને પગલે હવે આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.


ડબલ સિસ્ટમ એક્ટિવ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે.

સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં

ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

અસહ્ય ગરમી અને બફારો અકળાવશે

બીજી તરફ, ચોમાસા પૂર્વેના આ વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. એક તરફ પવન સાથે વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારો અકળાવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં લોકોને ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે. જોકે, આ અકળામણ બાદ ટૂંક સમયમાં જ મેઘરાજા ગુજરાતને તરબતર કરશે.


આ પણ વાંચો - Ahmedabad News: ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3ની હાલત ગંભીર


  • Follow us on: