અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ 615માં સ્થાપના દિવસની ઉજવણી કરશે. મૂળ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની પોળમાં છે. આજે શહેર ગાંધીનગરથી લઈને સાણંદ અને બોપલ સુધી વિસ્તર્યું છે. પરંતુ આજે પણ અમદાવાદની આ જગ્યો બહુ બેસ્ટ છે. શહેરમાં એવા બજાર છે જે કાપડની ખરીદી માટે બેસ્ટ છે. અમદાવાદના જૂના શહેરમાં કપડાંની ખરીદી માટે ઢાલગરવાડ અને રાણીનો હજીરો સૌથી લોકપ્રિય બજારો છે. આ બંને બજારો તેમની ખાસિયતો અને પરંપરાગત ચીજવસ્તુઓ માટે જાણીતા છે:
ઢાલગરવાડ બજાર કાપડ માટે બેસ્ટ
ઢાલગરવાડ એ અમદાવાદનું સૌથી જૂનું અને સસ્તું કપડાંનું બજાર છે. જો તમે ઓછાં બજેટમાં સારું મટીરિયલ શોધી રહ્યા હોવ, તો આ શ્રેષ્ઠ જગ્યા છે. આ બજારમાં વિવિધ પ્રકારના કાપડ મળે છે. તમે લગ્ન પ્રસંગથી લઈને ફેશન માટે ઉપયોગમાં લઈ શકો તેવી લેટેસ્ટ ડીઝાઇન હોય છે.
શું ફેમસ : અહીં સુતરાઉ (Cotton) ડ્રેસ મટીરિયલ, બાંધણી, પટોળાની પ્રતિકૃતિઓ, બેડશીટ્સ, કુર્તીઓ અને સાડીઓનો વિશાળ સંગ્રહ મળે છે. અહીં કાપડ 'મીટર' ના ભાવે ખૂબ જ વ્યાજબી દરે મળે છે. અહીં જથ્થાબંધ (Wholesale) ભાવે પણ ખરીદી કરી શકાય છે. અહીં ભાવતાલ કરવો ખૂબ જરૂરી છે. સાંકડી ગલીઓ હોવાથી ચાલતા જવું વધુ અનુકૂળ રહેશે. આ બજારમાં તમે ખરીદી માટે સવારે 11.00 થી રાત્રે 8.300 સુધીના સમયમાં મુલાકાત લઈ શકો છો.
રાણીનો હજીરો, પરંપરાગત પોશાક માટે જાણીતું
માણેક ચોક પાસે આવેલો રાણીનો હજીરો (બાદશાહનો હજીરો સામે) સ્ત્રીઓના શણગાર અને પરંપરાગત પોશાક માટે પ્રખ્યાત છે. આ સ્થળ અહમદશાહ બાદશાહની રાણીઓનો મકબરો (Tomb) પણ છે, જેની આસપાસ હવે આ ધમધમતું બજાર ભરાય છે.
શું ફેમસ: આ બજાર ખાસ કરીને ચણિયા-ચોલી, પરંપરાગત ગુજરાતી એમ્બ્રોઈડરી વાળા કપડાં અને આર્ટિફિશિયલ જ્વેલરી માટે જાણીતું છે. નવરાત્રી દરમિયાન અહીં સૌથી વધુ ભીડ જોવા મળે છે. અહીંના કપડાંમાં અરીસાનું કામ એટલે કે Mirror work અને ભારે ભરતકામવાળા દુપટ્ટા ખૂબ સુંદર હોય છે. તમારે અહીં ખરીદી કરવી હોય તો સવારે 10.00 થી સાંજે 6.00 સુધી માં જ ત્યાં જઈ શકો છો. રાણીના હજીરમાં આજે પણ લોકો વિદેશથી નવરાત્રિ માટે ખરીદી કરવા આવે છે.
બજારમાં જવા માટે કયો સમય બેસ્ટ
ઢાલગારવાડ અને રાણીના હજારો બંને બજારો એકબીજાની પ્રમાણમાં નજીક છે, તેથી તમે એક જ દિવસમાં બંનેની મુલાકાત લઈ શકો છો. ખૂબ જ ભીડ અને સાંકડી ગલીઓ હોવાથી પોતાનું વાહન લઈ જવાને બદલે રિક્ષા કે મેટ્રોનો ઉપયોગ કરવો. અહીંની લારીઓ પર મળતા નાસ્તાનો આનંદ લેવાનું ભૂલશો નહીં!
આ પણ વાંચો : Happy Birthday Ahmedabad : હસ્તકલાના શ્રેષ્ઠ નમૂના જયાં મળે છે, રોશનીનો હોય છે ઝગમગાટ, જાણો અમદાવાદના આ ધમધમતા બજાર