અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજને હવે નવી ઓળખ મળશે. શહેરની આ પ્રાચીન ધરોહર અને વારસાને આધુનિક સ્વરૂપમાં લાવવાની કોશિશ કરાઇ રહી છે


જર્જરિત એલિસબ્રિજનું સમારકામ શરૂ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા જર્જરિત એલિસબ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, અને તેને હેરિટેજ વોકવે બ્રિજ તરીકે એક નવી ઓળખ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

હેરિટેજ એલિસબ્રિજ પર ફેરફાર

એલિસબ્રિજના ફ્લોરિંગની કામગીરીને વધુ તેજ ગતિ આપવામાં આવી છે, જે નાગરિકો માટે વધુ સુરક્ષિત અને આરામદાયક હશે. આ સાથે, સ્ટીલ સ્ટ્રક્ચર પર નવી ફ્લોરિંગ પ્ર્રક્રિયા કરાઇ રહી છે, જેથી બ્રિજ પર આરામદાયક અને મજબૂત આધાર મળે.

બેસી શકાય તેવી વ્યવસ્થા

તમામ શહેરીજનો માટે આ હેરિટેજ બ્રિજ પર બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આધુનિક લૂક સાથે હેરિટેજ ચમક

આ ઐતિહાસીક બ્રિજને તેનો પરંપરાગત હેરિટેજ લૂક આપવાની સાથે તેને આધુનિક ટચ પણ આપવામાં આવી રહ્યો છે. આ રીતે, બ્રિજ એ શહેરના આકર્ષણ અને સંસ્કૃતિનો પ્રતિનિધિ બનશે.

42.9 કરોડ રૂપિયામાં થઈ રહ્યું સમારકામ

એલિસબ્રિજના નવનિર્માણ અને સમારકામ માટે 42.9 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવશે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી

  • Follow us on: