ગુજરાતમાં નશાબંધીના કાયદાના કડક અમલ માટે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને બાતમી મળી હતી કે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SMCની ટીમે હીરાવાડી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.
અમદાવાદમાં SMCએ હશીસ સાથે બેને ઝડપ્યા
પોલીસે સ્થળ પરથી બે શખ્સોને આંતર્યા હતા. તેમની તલાશી લેતા પોલીસને 1.456 કિલોગ્રામ હશીશ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ₹3,64,000 (3.64 લાખ) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત અન્ય સાધન-સામગ્રી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દરોડા દરમિયાન SMCએ રામમુરત ચમાર, રાકેશ ભાગચંદાની બે શખ્સોની ધરપકડ કરી છે:










