સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક સગીરાના અપહરણની ચોંકાવનારી ઘટનામાં ભેસ્તાન પોલીસે આરોપીને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી છે. પોલીસે આરોપીને જાહેરમાં ઘટનાસ્થળે લઈ જઈ તપાસની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.


સુરતમાં સગીરા અપહરણ કેસ

ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક સગીરા ઘરેથી 'કચરો નાખવા જાઉં છું' તેમ કહીને નીકળી હતી. લાંબો સમય થવા છતાં સગીરા પરત ન ફરતા પરિવારે તેની ભારે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ભેસ્તાન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસનું મેગા ઓપરેશન

ઘટનાની ગંભીરતાને જોઈ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી.ભેસ્તાન પોલીસની સાથે ડીંડોલી અને સચિન GIDC પોલીસના અંદાજે 100 જેટલા પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા. પોલીસે વિસ્તારના અને આસપાસના અંદાજે 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને જાહેર બગીચાઓમાં સતત તપાસ બાદ પોલીસે આરોપી મોહમ્મદ મુમતાઝ શેખને દબોચી લીધો હતો.

રિકન્સ્ટ્રક્શન અને કાયદાનું ભાન

પોલીસે આરોપી મોહમ્મદ મુમતાઝ શેખની ધરપકડ કરી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેના પરિવારને સોંપી છે. આજે ભેસ્તાન પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીને જાહેરમાં તે જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેણે સગીરાનું અપહરણ કર્યું હતું, જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેસી જાય.

આ પણ વાંચો: Surat: જ્વેલર્સ પર ટેક્સ વિભાગની તવાઈ, 575 કરોડના બિનહિસાબી વેપારમાં 17 કરોડની GST ચોરીનો પર્દાફાશ

  • Follow us on: