સુરતના ઝવેરી બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ ચોરી સામે આવી છે. DGGIની સઘન તપાસમાં બહાર આવ્યું છે કે, શહેરના ચાર નામાંકિત જ્વેલર્સ, જેમાં સુમિત સિલ્વરનો પણ સમાવેશ થાય છે, તેમણે કરોડો રૂપિયાનો વેપાર ચોપડે નોંધાવ્યા વગર જ કરી નાખ્યો હતો.


સુરતના ઝવેરી બજારમાં બિલ વગરનો અધધધ વેપાર

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ 4 જ્વેલર્સે છેલ્લા કેટલાક સમયમાં કુલ ₹575 કરોડ નો વેપાર કોઈપણ બિલ વગર કર્યો હતો. આ બિનહિસાબી વેપારને કારણે અંદાજે ₹17 કરોડ ની GST ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

હવે ઇન્કમટેક્સ (IT) વિભાગ એક્શનમાં

GST વિભાગની કાર્યવાહી બાદ હવે ઇન્કમટેક્સ વિભાગે પણ આ મામલે ઝંપલાવ્યું છે. આઈટી વિભાગ હવે આ ચારેય જ્વેલર્સના છેલ્લા 3 વર્ષના ટેક્સ રિટર્નની ચકાસણી કરશે. એટલું જ નહીં, જે ગ્રાહકોએ બિલ વગર દાગીના કે સોનાની લગડી ખરીદી છે, તેઓ પણ હવે આઈટીના રડારમાં આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં ચારેય જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવશે. જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના આધારે તપાસનો વ્યાપ વધારવામાં આવશે, જેને પગલે હજુ પણ મોટી કરચોરી બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: Surat: 72 વર્ષીય વૃદ્ધ સાથે 1.48 કરોડની છેતરપિંડી, 26 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ આચર્યો ખેલ

  • Follow us on: