એક ગંભીર મામલામાં હાઈકોર્ટે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ (DM) સુજીત કુમારની કામગીરી પર ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમનો આકરો ઉધડો લીધો હતો. આ સમગ્ર મામલો એક મહિલાનું ડાઇંગ ડેક્લેરેશન (મૃત્યુ પૂર્વેનું નિવેદન) લેવા જવાની ફરજમાં DM દ્વારા દાખવેલી બેદરકારી સાથે સંકળાયેલો છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે DM સુજીત કુમાર મહિલાનું ડાઇંગ ડેક્લેરેશન લેવા માટે હોસ્પિટલ જવાના બદલે પોતાની ઓફિસમાં બેસીને માત્ર એન્ડોર્સમેન્ટ આપી દીધું હતું, જે તેમની ફરજનું ગંભીર ઉલ્લંઘન ગણાય.


અસંવેદનશીલતા બદલ HCનો ઉધડો

કોર્ટે DM સુજીત કુમારને અસંવેદનશીલ ગણાવ્યા હતા અને ટિપ્પણી કરી હતી કે "આવા લોકોને સંવેદનશીલ કામ સોંપવા બદલ ખેદ છે." હાઈકોર્ટના જજે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "મારા કરિયરમાં મેં આવી વર્તણૂક ક્યારેય જોઈ નથી." આ બેદરકારી બદલ હાઈકોર્ટે DM સુજીત કુમારને એક સપ્તાહમાં આ સમગ્ર મામલે લેખિત ખુલાસો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કાયદા અને માનવીય ફરજના ભંગ બદલ અધિકારીના વલણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો : Bhavnagar News : પોલીસ બેડામાં મોટા ફેરફાર, SP એ 8 PI, 17 PSIની આંતરિક બદલી કરી, 6 અધિકારીઓ લીવ રિઝર્વમાં મુકાયા 

  • Follow us on: