ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા આજે પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુસર 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 17 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે જિલ્લા SPએ 6 જેટલા PSI અધિકારીઓને તત્કાળ અસરથી લીવ રિઝર્વ (LR) માં મૂકવાનો નિર્ણય લીધો છે.


ભાવનગરમાં મોટો ગંજીપો ચીપાયો

જે અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે, તેમાં નીલમબાગ પોલીસ મથકના PI ભાગ્યેશ્વરીબા ઝાલાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, બોરતળાવ પોલીસ મથકના PI એન.કે. ડાભીને પણ લીવ રિઝર્વમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ વડા દ્વારા લેવાયેલો આ નિર્ણય જિલ્લામાં પોલીસિંગ વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસરૂપે જોવામાં આવે છે. લીવ રિઝર્વમાં મુકાયેલા અધિકારીઓની જગ્યાએ તાત્કાલિક અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓ અને લીવ રિઝર્વનો નિર્ણય જિલ્લા પોલીસના આંતરિક વહીવટી તંત્રમાં મોટા ફેરફાર સૂચવે છે.

આ પણ વાંચો : Sabarkantha માં ગંભીર માર્ગ અકસ્માત, રાજસ્થાનથી અમદાવાદ જતી કાર ઝાડ સાથે ટકરાઈ, 3ના કરૂણ મોત 

  • Follow us on: