સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત હિંમતનગર નજીક માથાસુલિયા પાસે રાયગઢના નવલપુર બ્રહ્માણી મંદિર નજીક થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને ત્યારબાદ તે ઝાડ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.


ત્રણ પરિવારમાં શોક

તમને જણાવી દઈએ કે, ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, કારમાં સવાર મૃતક અને ઘાયલ લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો : Mehsana ની દૂધસાગર ડેરી પર ભાજપનો 'સંપૂર્ણ કબ્જો', તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર 



  • Follow us on: