અમદાવાદીઓ માટે આગામી સાત દિવસ કપરા સાબિત થવાના છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં પ્રચંડ ગરમી અને હીટવેવને લઈને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. 12 ફેબ્રુઆરી સવારથી જ ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે, જેને પગલે જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.
તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, તારીખ 12 થી 18 માર્ચ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધીને 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. માર્ચ મહિનાના મધ્યમાં જ તાપમાનનો પારો 40 ને પાર કરી જતાં લોકો અત્યારથી જ અસહ્ય ઉકળાટ અને લૂનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે અને બજારોમાં સન્નાટો પથરાઈ રહ્યો છે.













