ગુજરાતમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણેક દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યમાં 41થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીની અસર વધશે.સમગ્ર રાજ્યમાં સુકું હવામાન પ્રવતી રહ્યું છે અને આગામી ચાર દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળવાના કોઈ સંકેત નથી.

કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ગરમીના આંકડા જોઈએ તો,કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે.બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ અને અમરેલી, બોટાદ,રાજકોટ,દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં 45.5, કંડલામાં 45.4, અમદાવાદ, ગાંધીનગર,અમરેલી 44.3, ડીસામાં 43.5, વડોદરામાં 43.6, રાજકોટમાં 43.3, ભાવનગરમાં 41.9, કેશોદમાં 41.4,સુરતમાં 42.2,ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સકર્યુલેશનની અસર

આગામી બે દિવસ અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં પણ ગરમી રહેશે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી થવાની વકી છે. અમદાવાદમાં ઉનાળો આકરો બન્યો છે.જ્યાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 2.7 ડિગ્રી વધારે છે.રાત્રિના સમયે પણ લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે.હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સકર્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો