ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. જ્યારે કચ્છમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતમાં ઉનાળાનો પ્રભાવ તેજ બનતા છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર

સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચ્યું છે.રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સહિતના શહેરોમાં પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું.જે સામાન્ય કરતા 1.3 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં શહેરમાં તાપમાન વધીને 41 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છમાં બે દિવસ હિટવેવની ચેતવણી

કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ માટે હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. ભુજ અને કંડલા પોર્ટ પર પણ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે.ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતા દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ' સ્થિતિ સર્જાવાની શક્યતા છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન બફારાને કારણે લોકો અસ્વસ્થતા અનુભવવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat Local Body Election 2026: ઉમરગામમાં AAPને મોટો ઝટકો, ચૈતર વસાવાના નજીકના મનીષ હળપતિ 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા