હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પારો 40 ડીગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. આગામી અઠવાડિયા સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
હાલમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળવાની આગાહી
ગુજરાતમાં ગરમી અને ઉકળાટ અનુભવાશે.હાલમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગરમી સાથે ઉકળાટ રહેવાની આગાહી કરી છે.અમદાવાદમાં 42.2,ડીસામાં 39.4, ગાંધીનગરમાં 42,વડોદરામાં 40.2, ભુજમાં 39.1,કંડલામાં 41, અમરેલીમાં 41.3,ભાવનગરમાં 41, રાજકોટમાં 41.5,સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
