જરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, રાજ્યમાં પશ્ચિમી પવનો ગરમ ફૂંકાતા આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
પશ્ચિમી પવનોની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીની અસર વધુ વર્તાઈ રહી છે. અમદાવાદમાં પણ પારો 43.1 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
