અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સ્કૂલો અને બી. જે. મેડિકલ કોલેજ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના ચકચારી કેસના આરોપી રેનીને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટના આ હુકમથી આરોપી રેની જેલમુક્ત થશે.


આરોપી રેનીને હાઇકોર્ટે આપ્યા શરતી જામીન

આરોપી રેની વિરુદ્ધ બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં બોમ્બની ધમકી આપવા બદલ અલગ-અલગ પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. હાઇકોર્ટમાં રેની તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી માનસિક રીતે ડિસ્ટર્બ વ્યક્તિ છે અને પારિવારિક સંબંધોને કારણે ઊભા થયેલા તણાવમાં તેણે આવા ઇમેઇલ કર્યા હતા.

 નકલી ઇમેઇલ આઇડી બનાવ્યું 

સૌથી મહત્ત્વની વાત એ છે કે, રેનીએ પોતાના પ્રેમીને બદનામ કરવાના ઇરાદાથી તેનું નકલી ઇમેઇલ આઇડી બનાવ્યું હતું અને તે આઇડીનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેઇલ કર્યા હતા. કોર્ટે આ સમગ્ર મામલાની ગંભીરતા અને અરજદારની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને શરતી જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સુનિલ તાપીયાવાલા મર્ડર કેસનો મુખ્ય આરોપી મોરબીમાંથી ઝડપાયો, 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો

  • Follow us on: