ભરૂચના ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસનો મુખ્ય આરોપી, જે છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો, તેને મોરબીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી (LCB) પોલીસે મોરબીમાં સફળ ઓપરેશન પાર પાડીને આરોપીની અટકાયત કરી છે.
ભરૂચના સુનિલ તાપીયાવાલા મર્ડર કેસ
આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા વર્ષ 2016 થી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. એલસીબી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ (Human Intelligence) અને ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance)ના આધારે ચોક્કસ માહિતી મેળવીને મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાંથી તેને ઝડપી લીધો હતો.










