અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક 21 વર્ષીય યુવકે માત્ર 7 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
જમાલપુરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મળતી માહિતી મુજબ, જમાલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સે નિર્દોષ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. 21 વર્ષના આરોપીએ 1 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું ગંભીર કૃત્ય આચરીને માનવતાના તમામ સીમાડા ઓળંગી દીધા હતા. જ્યારે આ બાબતની જાણ બાળકના પરિવારજનોને થઈ, ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો.










