ગુજરાતમાં આજે ગરમીનું જોર વધી રહ્યું છે. તાપમાનનો પારો આજે 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 38.2, કંડલામાં 38, વડોદરામાં 39.4 અને સુરતમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.રાજકોટમાં પણ ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ગરમીની આગાહી કરી છે.
26 એપ્રિલે 40 થી 43 ડીગ્રી તાપમાન રહેશે
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે. ગરમીનું જોર વધતાં જ ચૂંટણીના મતદાન પર અસર દેખાશે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ રહેશે. અમદાવાદમાં આજે 40.08 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો બરાબર શેકાયા છે. શહેરમાં હજી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે. 26 એપ્રિલે 40 થી 43 ડીગ્રી તાપમાન રહેશે.













