ગુજરાતમાં આજે ગરમીનું જોર વધી રહ્યું છે. તાપમાનનો પારો આજે 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 38.2, કંડલામાં 38, વડોદરામાં 39.4 અને સુરતમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
મતદાનના દિવસે રાજકીય પક્ષોની કસોટી થશે
રાજકોટમાં ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે પણ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. આગામી ત્રણ દિવસ આકાશમાંથી અગ્નિ વર્ષા થશે. મતદાનના દિવસે રાજકીય પક્ષોની કસોટી થશે. વહેલી સવારે વધુ મતદાન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગરમીને કારણે બપોરે એકથી ચાર વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ઘટશે. મતદાન ઊંચુ લાવવા રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. શહેરમાં બપોરના સમયે રસ્તા સૂમ સામ બન્યાં છે. ખરી ગરમીમાં રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે.
29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર
અમદાવાદમાં ગરમીનો પારો ઊંચે ચઢી રહ્યો છે. ત્યારે આજથી 29 એપ્રિલ સુધી અમદાવાદ મહાનગર પાલિકાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી પાર પહોંચશે. મહાનગર પાલિકાએ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 24થી 26 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. સવારે ગરમી અને રાત્રે ઉકળાટ રહેશે. રાજ્યમાં 41 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. 26 એપ્રિલે રાજ્યમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.
149 વર્ષ બાદ દેશમાં ભારે ગરમીની આગાહી
દેશમાં છેલ્લા 149 વર્ષ બાદ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીની શક્યતા દર્શાવાઈ છે. આ વર્ષે તાપમાન 48થી 50 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની સૌથી વધુ અસર વર્તાશે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગરમીમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ Local body election: રાજકોટ મનપા અને જિલ્લા પંચાયતમાં 800 મતદાન મથક સંવેદનશીલ