ચૂંટણીના માહોલ વચ્ચે આગામી સાત દિવસ એટલે કે 27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. બીજી તરફ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. આકરી ગરમીની વચ્ચે મતદાન યોજાશે. મતદારોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગરમીની આગાહી કરી
હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ગરમીમાં વધારો થશે. 26 તારીખે મતદાનના દિવસે 43 ડિગ્રી ગરમી રહેવાની શક્યતાઓ છે. રાજકોટમાં આકરી ગરમીને કારણે રસ્તા સૂમસામ બન્યાં છે. તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી ચૂક્યો છે. લૂથી બચવા માટો લોકો અવનવા પ્રયોગો કરી રહ્યાં છે. ટોપી, ચશ્મા અને દુપટ્ટાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભીષણ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કચ્છના ભૂજમાં પણ આકરી ગરમી ત્રાહિમામ પોકારાવી રહી છે. ભુજમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વડોદરામાં 41 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો છે. મતદાનના દિવસે 44 ડિગ્રી સુધી ગરમી રહેવાની શક્યતાઓ છે. શહેરમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો પણ બંધ કરી દેવાયા છે.













