AMC, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે આગામી સાત દિવસ એટલે કે 27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. 26મી એપ્રિલ રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે.IMD વિભાગ દ્વારા શહેરમાં સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજી દ્વારા શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે.આગામી એક સપ્તાહ દરમિયાન બપોરે 12 થી 5 દરમિયાન સાવચેત રહેવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે.


ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે

હવામાન વિભાગની આગાહી મુજબ 25 અને 26 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેટલિયો લેબ્સના સહયોગથી આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટ વિસ્તારો તારવવામાં આવ્યા છે. સેટેલાઈટ દ્વારા મેળવેલા લેન્ડ સફેસ ટેમ્પરેચરના આધારે 30x30 મીટરના પિકસેલ સ્તરે વિશ્લેષણ કરી કુલ 76 જેટલા મુખ્ય હોટસ્પોટ્સ નક્કી કરાયા છે.નાગરિકોની સુવિધા માટે AMCની સાઈટ પર QR કોડ અને લિંક પણ જાહેર કરવામાં આવી છે. જેના પરથી દર ત્રણ દિવસે અપડેટ મેળવી શકાશે.

આ છે શહેરના મુખ્ય હોટ સ્પોટ વિસ્તારો

વસ્ત્રાલ, AMCનાદક્ષિણ ઝોનમાં લાંભા, વટવા, ઈસનપુર, દાણીલીમડા, બહેરામપુરા, પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ, વિરાટનગર, ગોમતીપુર, નિકોલ, અમરાઈવાડી, પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, ઉત્તર ઝોનમાં સરદારનગર, ઈન્ડિયા કોલોની, નરોડા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા, બોડકદેવ, ગોતા, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરખેજ, મક્તમપુરા, મધ્ય ઝોનમાં શાહીબાગ વોર્ડ સહિતના આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ Himatnagar: ખેડબ્રહ્મા હાઈવે પર કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત


  • Follow us on: