ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું પડી શકે છે. આ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડી વધશે

વરસાદી માહોલની સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળશે. માવઠાની અસર ઓછી થતાની સાથે જ રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ઠંડીના આ નવા રાઉન્ડને પગલે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot News : મિશન વાયબ્રન્ટ રાજકોટ, 11 જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિટનો થશે પ્રારંભ

  • Follow us on: