શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં માનવતા અને લોહીના સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે, માતાની સમયસૂચકતાને કારણે બાળકી બચી ગઈ છે અને પોલીસે આરોપી પિતાની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.
માતા કામમાં હતી અને નરાધમે તક ઝડપી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સમયે બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હતી. આ સમયનો લાભ લઈને સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમ પિતાએ બાળકી સાથે અડપલાં કરવાનું શરૂ કરતા જ ગભરાયેલી માસૂમ બાળકીએ જોરથી ચીસ પાડી હતી.
