અમદાવાદ શહેરની કૃષ્ણનગર પોલીસે એક મહત્વની સફળતા મેળવતા છેલ્લા અઢી વર્ષથી સાયબર ક્રાઈમના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસની આંખમાં ધૂળ નાખીને છૂપાતા ફરતા આ ગુનેગારને બાતમીના આધારે નવયુગ કેનાલ પાસેથી દબોચી લેવામાં આવ્યો છે.
કૃષ્ણનગર પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં સંજય ઉર્ફે સંજુ પટેલ નામનો શખ્સ છેલ્લા અઢી વર્ષથી વોન્ટેડ હતો. ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાના રહેઠાણ અને ઠેકાણા બદલી રહ્યો હતો. જોકે, અમદાવાદની કૃષ્ણનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ શખ્સ વિસ્તારમાં જોવા મળ્યો છે.










