સુરત શહેરમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં મહીધરપુરા વિસ્તારમાં એક કાપડના વેપારી પાસેથી લાખોનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરનાર બે શખ્સોને મહીધરપુરા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
કાપડના વેપારી સાથે છેતરપિંડી
આ કેસની વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદી વેપારીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો અને તેમની પાસેથી રૂપિયા 34.76 લાખનો કાપડનો માલ મંગાવ્યો હતો. વેપારીએ નિયત સમય મર્યાદામાં માલની ડિલિવરી આપી દીધી હતી, પરંતુ જ્યારે પેમેન્ટનો સમય આવ્યો ત્યારે આરોપીઓ આનાકાની કરવા લાગ્યા હતા.










