અમદાવાદના એસ.જી. હાઈવે પર પૂરઝડપે વાહનો હંકારનારા ચાલકો માટે પકવાન ક્રોસ રોડ ફરી એકવાર અકસ્માતનું કેન્દ્ર બન્યો છે. મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડની રેલિંગ તોડીને સીધી પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ હતી. સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
પકવાન ક્રોસ રોડ પર અકસ્માત
મળતી માહિતી મુજબ, શહેરના પકવાન ક્રોસ રોડ પરથી એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર રોડની બાજુમાં આવેલી લોખંડી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને તેને તોડીને પાર્કિંગ ઝોનમાં ઘૂસી ગઈ હતી.










