અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બૂટલેગરો હવે પોલીસને છેતરવા માટે નવીનતમ નુસખાઓ અપનાવી રહ્યા છે. જોકે, PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે બાતમીના આધારે સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વૈષ્ણોદેવી બ્રિજ પાસે એક મોંઘીદાટ કિયા (KIA) કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
PCBની ટીમે વિદેશી દારૂ ઝડપ્યો
PCBને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી એક સફેદ રંગની કિયા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વૈષ્ણોદેવી બ્રિજ ઉતરીને નિરમા બ્રિજના છેડે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી પસાર થતા જ પોલીસે તેને આંતરી હતી.
