રાજયભરના દરેક જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો છે આગામી સમયમાં જળવાઈ રહે તે માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમ.ડી.અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં તા.૩૦ જૂન સુધીમાં નવા ડોમેસ્ટીક PNG કનેક્શન લેનાર ગ્રાહકને રૂ.૫૦૦ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં LPG સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી છે. LPGના નવા જોડાણ માટેની અરજી સ્વીકારવાનું બંધ કરાયું છે.
LPG સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી
અમદાવાદમાં LPG સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી છે. LPGના નવા જોડાણ માટેની અરજી સ્વીકારવાનું બંધ કરાયું છે. જુની અરજીઓનો નિકાલ ન થતા નવી લેવાનું બંધ કરાયું છે. બુકિંગના 20 દિવસ બાદ પણ ગેસ સિલિન્ડર નથી મળતો.જેમના ઘરે 1 સિલિન્ડર હોય તેમની હાલત કફોડી થઈ છે. પૂર્વ અમદાવાદમાં પરપ્રાંતિય પરિવારોમાં સ્થિતિ કફોડી છે. સિલિન્ડર મોંઘો થતા મજૂરોએ વતનની વાટ પકડી છે. આ માત્ર અમદાવાદ નહીં પણ સુરત સહિતના શહેરોમાં જોવા મળ્યું છે. રાજ્ય સરકાર ભલે પીએનજી કનેક્શન લેનારાને ડિસ્કાઉન્ટ આપે પરંતુ એલપીજી ધારકોની હાલત ખૂબજ ખરાબ હોવાની સ્થિતિ જોવા મળી છે.
