શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને રાખવા બદલ પોલીસ સતત વોચ રાખી રહી છે, ત્યારે સોલા હાઈવે પોલીસ સ્ટેશનની ટીમે ચાંદલોડિયા વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે.
અમદાવાદ હથિયાર સાથે આરોપી ઝડપાયો
મળતી માહિતી મુજબ, સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચાંદલોડિયા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂત નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક હથિયાર જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી.










