બિહારના મુખ્યમંત્રીને મોબાઈલ ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર મામલે અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહાર પોલીસની તપાસ બાદ મળેલી કડીઓને આધારે સાણંદ પોલીસે આરોપીને સાણંદ-કડી રોડ પરથી દબોચી લીધો છે.


બિહારના CMને ધમકી આપનાર સાણંદથી ઝડપાયો

બિહારના મુખ્યમંત્રીને થોડા સમય પહેલા મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે બિહારના મુંગેર જિલ્લામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીનું લોકેશન ગુજરાતમાં ટ્રેસ થતા બિહાર પોલીસ સતર્ક બની હતી અને ગુજરાત પોલીસની મદદ માંગવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી

સાણંદ પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ દરમિયાન સાણંદ-કડી રોડ પરથી શંકાસ્પદ શેખર યાદવની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી શેખર યાદવે બિહારના મુખ્યમંત્રીને ધમકી આપી હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો:Aravalli: સભામાં બાળકીએ વ્યક્ત કરી CM ના સન્માનની ઈચ્છા, મુખ્યમંત્રીએ દીકરીને સ્ટેજ પર તેડાવી જીત્યું દિલ

  • Follow us on: