મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે. સભા સ્થળે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની જેણે સૌના દિલ જીતી લીધા હતા. સભા મંડપમાં હાજર એક નાની બાળકીએ મુખ્યમંત્રીનું સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેની જાણ મુખ્યમંત્રીને થતા તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકીને મંચ પર બોલાવી હતી.
બાળકીએ આપ્યું સરસ્વતી પુસ્તક
મુખ્યમંત્રીના આગમન બાદ જ્યારે સ્વાગત વિધિ ચાલી રહી હતી, ત્યારે સભા મંડપમાં ઉભેલી આ નાની દીકરી CM ને મળવા અને તેમનું સન્માન કરવા આતુર હતી. મુખ્યમંત્રીએ દરિયાદિલી દાખવી બાળકીને પોતાની પાસે સ્ટેજ પર બોલાવી હતી. આ નાનકડી દીકરીએ મુખ્યમંત્રીને 'સરસ્વતી પુસ્તક' ભેટ આપીને તેમનું આદરપૂર્વક સન્માન કર્યું હતું.










