શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


એપાર્ટમેન્ટમાં અચાનક આગ

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફ્લેટમાં રહેલી તમામ ઘરવખરી અને સામાન બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો: Local body election 2026: મેઘપર ટીટોડી ગામમાં વિકાસના અભાવે ચૂંટણી બહિષ્કારની જાહેરાત

  • Follow us on: