શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ નેશનલ હેન્ડલૂમ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી બે કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત એટલો ભયાનક હતો કે એક કાર રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી.
નવા વાડજ નેશનલ હેન્ડલુમ પાસે અકસ્માત
નવા વાડજ પાસે બે કારચાલકોએ નિયંત્રણ ગુમાવતા બંને વાહનો સામસામે અથડાયા હતા. ટક્કર લાગતાની સાથે જ એક કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.










