શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ન્યુ બાપુનગરના ભક્તિનગર પાસે આજે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બાપુનગર ચાર રસ્તા નજીક હોવાથી અને ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.


ધુમાડાના ગોટેગોટાથી આકાશ કાળું પડ્યું

આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી અને જોખમી ધુમાડો ફેલાયો હતો. ભક્તિનગર જેવા રહેણાંક અને કોમર્શિયલ મિશ્રિત વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા અને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો: Gujarat Local body election 2026: લોકશાહીના પર્વ વચ્ચે ગામમાં સન્નાટો! મતદાનના 2 કલાક બાદ પણ એક પણ મત ન પડતા રાજકીય પક્ષોમાં ખળભળાટ

  • Follow us on: