અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આજે એકાએક બે ટૂ-વ્હીલરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ધોમધખતા તાપ વચ્ચે રસ્તા પર ઉભેલા બે વાહનો અચાનક આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની આશંકા
પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પર પાર્ક કરેલા અથવા પસાર થઈ રહેલા વાહનોમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોતજોતામાં બંને વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
