શહેરમાં અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઓછો થઈ રહ્યો હોય તેવી એક ઘટના સામે આવી હતી. રિક્ષામાં એક યુવકને બેસાડી તેને નિર્દયતાથી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હરકતમાં આવેલી નરોડા પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં યુવકને માર મારનાર 4ની ધરપકડ
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકને વસ્ત્રાલ વિસ્તારમાંથી રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ચાલુ રિક્ષામાં યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. આ શખ્સો યુવકને વસ્ત્રાલથી નિકોલ-નરોડા રોડ સુધી લઈ ગયા હતા અને રસ્તામાં સતત તેને માર મારતા રહ્યા હતા.વાયરલ વીડિયોથી થયો ખુલાસો: આ સમગ્ર ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. વીડિયોમાં આરોપીઓ બેખૌફ બનીને યુવક પર હાથ સાફ કરતા દેખાયા હતા.










