શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક રોડ રોમિયોએ ધોળે દિવસે એક પરિણીતાની છેડતી કરી હોબાળો મચાવ્યો છે.


લિંબાયતમાં અસામાજિક તત્વોનો ત્રાસ

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલા જ્યારે પોતાના પિયરેથી પરત ઘરે જઈ રહી હતી, ત્યારે લિંબાયત વિસ્તારમાં સૌરભ કાલિયા નામના શખ્સે તેને રોકી હતી. આ શખ્સે મહિલાની છેડતી કરી અભદ્ર વર્તન કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ મહિલાને ડરાવવા માટે એવી ધમકી પણ આપી હતી કે, તે જ્યાં નોકરી કરે છે ત્યાંથી તેને 'ઉઠાવી' જશે.

શખ્સે મહિલાની છેડતી કરી અભદ્ર વર્તન કર્યું

આ ઘટનાથી ગભરાયેલી પરિણીતાએ હિંમત દાખવી લિંબાયત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી સૌરભ કાલિયા વિરુદ્ધ છેડતી અને ધમકી આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાના બનાવ, મણિનગર અને વટવા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો


  • Follow us on: