અમદાવાદના રહીશો અને રાજસ્થાન જનારા પ્રવાસીઓ માટે ભારતીય રેલવે દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આગામી 18 ફેબ્રુઆરીથી આ ટ્રેન પાટા પર દોડતી થશે, જે બંને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાની સાથે આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડશે.
ટ્રેનનું શિડ્યુલ અને વિગતો
રેલવે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. મુસાફરો આ ટ્રેનનો લાભ અઠવાડિયાના તમામ દિવસોમાં લઈ શકશે, માત્ર મંગળવાર સિવાય. મંગળવારે ટ્રેનના મેન્ટેનન્સ માટે તેને બંધ રાખવામાં આવશે.










