DGCAએ એર ટિકિટ રિફંડના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. હવે બુકિંગ કર્યા બાદ 48 કલાકની અંદર ટિકિટમાં ફેરફાર કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. મુસાફર ટિકિટ રદ્દ કરી શકશે અથવા બદલી શકશે.આ બદલાવ હેઠળ રિફંડની જવાબદારી એરલાઇન્સની રહેશે અને રિફંડ પ્રક્રિયા 14 દિવસની અંદર પૂર્ણ કરવી પડશે.


48 કલાકમાં ચાર્જ ચૂકવ્યા વિના ટિકિટ રદ્દ-બદલી શકશે

હેલ્થ ઈમર્જન્સીના સંદર્ભમાં પણ ટિકિટમાં ફેરફારની મંજૂરી આપવામાં આવશે.જો 48 કલાક પછી ટિકિટમાં કોઈ સુધારો કરવો હોય તો રદ્દ કરવાની ફી ચૂકવવી પડશે અને 48 કલાકથી વધુ સમય માટે વિનામૂલ્યે વિકલ્પ ઉપલબ્ધ નથી.આ નિયમથી મુસાફરોને સમયસર ટિકિટ બદલવા અને રિફંડ મેળવવા વધુ સુવિધા મળશે.


આ પણ વાંચોઃ Bhavnagar News: માલણકા ગામે રત્નકલાકારની ઘાતકી હત્યા, મિત્રોએ વાડીએ બોલાવી ક્રૂરતાપૂર્વક માર માર્યો


  • Follow us on: