અમદાવાદને 'સ્પોર્ટ્સ સિટી' બનાવવાની વાતો વચ્ચે શહેરના હૃદયસમા નવરંગપુરા સ્ટેડિયમની હાલત તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહી છે. વર્ષ 2022 માં જર્જરિત હાલતનું બહાનું ધરીને આ સ્ટેડિયમને તાળાં મારી દેવામાં આવ્યા, પણ નવાઈની વાત એ છે કે ત્રણ વર્ષ વીતવા છતાં અહીં એક ઈંટ પણ હલી નથી. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના સપના જોઈ રહ્યું છે, તો બીજી તરફ હયાત સ્પોર્ટ્સ ઈન્ફરાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે.
નવીનીકરણના વાયદા પોકળ
વર્ષ 2020 માં આ સ્ટેડિયમને તોડીને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો ભવ્ય વાયદો કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને આશા હતી કે તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળશે, પરંતુ આજે એ વાયદો માત્ર કાગળ પરના અક્ષરો બનીને રહી ગયો છે. કરોડોના ખર્ચે થનારા નવીનીકરણના પ્રોજેક્ટ્સ ફાઈલોમાં દબાયેલા છે. સત્તાધીશોને જાણે કે આ ઐતિહાસિક ધરોહરને બચાવવામાં કે ખેલાડીઓના ભવિષ્યમાં કોઈ રસ જ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. શું આ જ છે મનપાની સ્પોર્ટ્સ પ્રત્યેની ગંભીરતા?
આ પણ વાંચો : Ahmedabad માં પોલીસ સાથે માથાકૂટ કરનાર મહિલાની વધુ એક કરતૂત, મહિલા પોલીસકર્મીને આપી ગાળો