અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આ અકસ્માતની સંખ્યામાં વધારો બેદરકારી પૂર્વક વાહન ચલાવવાને કારણે થઈ રહ્યો હોવાની ફરિયાદ શહેરીજનો દ્વારા વારંવાર કરવામાં આવે છે. આવામાં અમદાવાદ શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક ચાલકે યુવકને ટક્કર મારવાના કારણે યુવકનું મોત થયું છે.


25 વર્ષીય પ્રકાશચંદ્ર ડીંડોરનું મોત નીપજ્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા સીજી રોડ વિસ્તારમાં એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય પ્રકાશચંદ્ર ડીંડોરનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જનાર બાઈક ચાલક પૂર ઝડપે બાઈક ચલાવી રહ્યો હતો, જે દરમિયાન રાહદારીને ટક્કર મારી હતી. આ ટક્કરમાં રાહદારીનું મોત થયું હતું.

રોડ પર સ્ટંટ કરતા સમયે સર્જાયો અકસ્માત

આ બાઈક ચાલકનું નામ સુફિયાન મુસ્તફા છે. જેણે બાઈક નંબર MH 04 LA 7710 છે. સુફિયાન મુસ્તફા રોડ પર સ્ટંટ કરી રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ આ મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતોની વધતી સંખ્યાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનો બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Ahmedabad News: મોડી રાત્રે ફટાકડાની દુકાનમાં લાગી આગ



  • Follow us on: