ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હજુ પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે.

અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનુ એલર્ટ

અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનુ એલર્ટ અપાયું છે. આગામી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 22થી 2 મે દરમિયાન ભીષણ ગરમી પડી શકે છે. 25થી 28 મે સુધી શહેરમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં 51 સ્થળોને ગરમીના હોટસ્પોટ જાહેર કર્યા છે. વધી રહેલી ગરમી વચ્ચે મનપાએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. શહેરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે. આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 23 મેએ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે.પ્રિ મોન્સૂન એક્ટિવિટ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.


આ પણ વાંચોઃ Ahmedabad: સાબરમતી જેલના અધિકારીની ખોટી ઓળખ આપી સંબંધીના પેરોલ માટે 45000 પડાવ્યા