ગુજરાતમાં કુલ 05 રામસર સાઇટ્સ આવેલી છે.જેમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય,થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય,ખીજડિયા વન્યજીવ અભયારણ્ય,વઢવાણા વેટલેન્ડ અને કચ્છના છારી ઢંઢનો સમાવેશ થાય છે.વર્ષ 2025-26માં રાજ્યની પાંચ રામસર સાઈટ વિસ્તાર,નડાબેટ તેમજ કચ્છના રોડ ટુ હેવનમાં અંદાજે કુલ 35 લાખથી વધુ યાયાવર અને સ્થાનિક પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે.આ વર્ષે નડાબેટ ખાતે સૌથી વધુ 14 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે જે આ બાબતની સાક્ષી પુરે છે.જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સૌથી વધુ કુલ 347 પ્રજાતિઓના પક્ષીઓની હાજરી જોવા મળી છે.

નડાબેટ વેટલેન્ડ : વાવ થરાદ

જાન્યુઆરી 2026માં નડાબેટ જળપ્લાવિત વિસ્તારમાં વાવ થરાદ રેન્જ ખાતે યાયાવર પક્ષીની ગણતરી હાથ ધરવામાં આવી હતી.આ રેન્જમાં 183 પ્રજાતિના કુલ 14.90 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે.

રોડ ટુ હેવન કચ્છ

કચ્છના ધોળાવીરા વિસ્તારમાં રણની વચ્ચે આવેલા આ નવીન પ્રવાસન સ્થળ એવા રોડ ટુ હેવનની આજુબાજુ દેશ વિદેશના સ્થળાંતરિત પક્ષીઓ જોવા મળે છે.જેમાં સૌથી વધુ સુરખાબ ઉપરાંત પેલિકન, શિગલ, સ્ટીલડ, રીવર્ટન, પેઇન્ટેડ સ્ટોર્ક, કુંજ એમ કુલ 7.90 લાખથી વધુ પક્ષીઓ ચાલુ વર્ષે નોંધાયા છે.

નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય

વર્ષ 2025-26માં 270 પ્રજાતિઓના કુલ 6.42 લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ 2026માં કુલ 205 પ્રજાતિઓના કુલ 74452 યાયાવર પક્ષીઓએ મહેમાન બન્યા હતા.વઢવાણા સરોવરમાં વર્ષ 2026માં 159 પ્રજાતિઓના કુલ 47793 યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી હતી.

ખીજડીયા પક્ષી અભયારણ્ય અને છારી ઢંઢ

જામનગર જિલ્લામાં મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2025-26માં 347 પ્રજાતિઓના કુલ 3.12 લાખથી વધુ સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા. કચ્છમાં આવેલા છારી ઢંઢમાં ચાલુ વર્ષે આ સરોવરની 1.50 લાખથી વધુ દેશ વિદેશના પક્ષીઓએ મુલાકાત લીધી હતી.  

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે: અંબાલાલ પટેલની આગાહી